રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન


SHARE









મોરબીમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૩ એટલે કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૩ માટે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ સેમીનારનું આયોજન ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ મોરબી ખાતે રાખ્યુ હતુ.રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૩ નો મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે જીવ સૃષ્ટીની સમજ હતો.જેનો પેટા વિષય તમારી જીવસૃષ્ટિને જાણો, પ્રોત્સાહન, આરોગ્ય, પોષણ અને સુખાકારી, જીવસૃષ્ટી અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ, સ્વનિર્ભરતા માટે જીવસૃષ્ટી આધારિત અભિગમ, જીવસૃષ્ટી અને આરોગ્ય માટે તકનીકી નવીનતા વિગેરે હતા.

આ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ સેમીનારમાં મોરબી જીલ્લાની જુદીજુદી શાળાઓમાંથી શિક્ષકઓ હાજર રહ્યા હતા.રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૩ ની ટ્રેનિંગ વર્કશોપ માટે હર્ષભાઈ ત્રિવેદી રજીસ્ટાર (કલોલ) તથા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરનાં ડાયરેક્ટર હર્ષદભાઈ જોષીએ માર્ગદર્શન આપ્યુ હતુ.તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબીના એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.




Latest News