આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર પાસે ડ્રેગન ફ્રૂટની વાડીમાં ઘૂસી ગયેલા બે શખ્સોને માર માર્યો


SHARE













ટંકારાના સજનપર પાસે ડ્રેગન ફ્રૂટની વાડીમાં ઘૂસી ગયેલા બે શખ્સોને માર માર્યો

મોરબીના સજનપરથી ઘુનડા તરફના રોડ ઉપર આવેલ ડ્રેગન ફુટની વાડીમાં બે શખ્સો ઘૂસી ગયા હતા જેથી કરીને ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે વાડીમાં ઘૂસી ગયેલા બંને શખ્સોને માર મારવામાં આવતા ઈજા પામેલા બને શખ્સોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સજનપર ઘુનડા તરફના રોડ ઉપર આવેલ ડ્રેગન ફુટની વાડીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સાહિલ મુકેશભાઈ જાદવ (૨૦) સહિત બે વ્યક્તિને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી પ્રાથમિક તપાસ વી.કે. ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઇજા પામેલા બંને વ્યક્તિઓ ડ્રેગન ફુટની વાડીમાં કોઈને પૂછ્યા વગર ઘૂસી ગયા હતા જેથી કરીને ત્યાં બોલાચાલી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો.

ઝેરી અસર

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા સલીમભાઈ મનુભાઈ બુડેવાડીયા (૨૨) નામનો યુવાન ખેતરમાં કપાસમાં દવા છાંટવાનું કામ કરી રહ્યો હતો ત્યારે કપાસમાં દવા છાંટતા સમયે તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ટંકારા તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News