મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની ખાસ દુઆ કરવામાં આવી મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ 
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના ઘુંટુ રોડે હરિઓમ પાર્કમાં યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું


મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કોરલ કારખાનામાં રહેતા નાથાલાલ ભગવાનજીભાઈ સીતાપરા (ઉમર ૪૨) નામના યુવાને મોરબી નજીકના મહેન્દ્રનગર ગામથી આગળ ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં પોતાના રહેણાંક મકાનની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને રાજુભાઈ મગનભાઈ સુરેલા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ સંદર્ભે રાજુભાઈ સુરેલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક તેમના કૌટુંબિક જમાઈ થાય છે અને તે પોતાના પત્ની અને બે સંતાનોની સાથે કોરલ કારખાના ખાતે રહીને ત્યાં કામ કરતા હતા જો કે, તેમણે ઘૂટું રોડ ઉપર હરિઓમ પાર્કમાં મકાન લીધું હતું તે મકાનમાં તે એકલા હતા ત્યારે તેમણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરત પરસોતમ કનજારિયા (ઉમર ૨૩) અને પુરષોત્તમ દેવજીભાઈ કનજારિયા (ઉમર ૫૭) ને ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.જેથી સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ મેથકના એમ.જે.કહાંગરા દ્વારા આ બાબતે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

લીંબડી પોલીસના ગુનામાં ફરાર આરોપી મોરબીમાંથી મળ્યો

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે લીંબડીના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈપીસી કલમ ૩૭૬ (બળાત્કાર) નો આરોપી મોરબી હોવાની બાતમીના આધારે લીંબડી પોલીસ મેથકના હેડ કોન્સ્ટેબલ એસ.પી.માંન્જલિયા મોરબી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સાથે રાખીને મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર સર્ચ કરવામાં આવતા ત્યાં કારખાનામાંથી ગુનામાં ફરાર બળદેવ નારણભાઇ પરમાર હાલ રહે.જુના ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હોય તેને હસ્તગત કરી તપાસના કામે લીંબડી લઈ જવામાં આવ્યો હતો.




Latest News