મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે બે શંકાસ્પદ શખ્સોને સરપંચે પોલીસને સોપ્યા


SHARE

















ટંકારાના કલ્યાણપર ગામે બે શંકાસ્પદ શખ્સોને સરપંચે પોલીસને સોપ્યા

ટંકારાના કલ્યાણપરમાં સોનુ ધોવાના બહાને બે અજાણ્યા શખ્સો લોકોને છેતરવાની હિલચાલ ધ્યાને આવ્યા બાદ સરપંચે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને સરપંચની સજાગતાથી છેતરપિંડીનો ગુન્હો અટક્યો હતો.

ટંકારાના કલ્યાણપર ગામના સરપંચ દિનેશભાઈ વાધરિયાએ ગામની બજારમાં બે શખ્સો બાઈક લઈને લટાર મારતા જોવા મળ્યા હતા અને ચાંદી-સોનુ ધોવાના બહાને છેતરપિંડી કરે તેવી શક્યતા હતા જેથી સરપંચ દિનેશભાઈએ આ બન્ને શખ્સોની પુછપરછ કરી હતી. પરંતુ આ બન્ને શખ્સો પોતાનો વ્યવસાય કે વેચાણ અંગે સ્પષ્ટતા નહી કરતા સરપંચે ટંકારા પીએસઆઈ બી.ડી. પરમારને જાણ કરી હતી અને તેને પોલીસ હવાલે કર્યો હતા. હાલ પોલીસે બન્ને અજાણ્યા શખ્સોની પુછપરછ હાથ ધરી છે.




Latest News