ટંકારાના કલ્યાણપર ગામે બે શંકાસ્પદ શખ્સોને સરપંચે પોલીસને સોપ્યા
મોરબી આઇએમએના પ્રમુખ પદે ડો. દિપક બાવરવાની વરણી
SHARE









મોરબી આઇએમએના પ્રમુખ પદે ડો. દિપક બાવરવાની વરણી
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઇએમએ હૉલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની મોરબી બ્રાન્ચના નવા હોદેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં નવા પ્રમુખ પદે ડો. દિપક બાવરવા (મેડિકલ ઓફિસર રાજપર આરોગ્ય કેન્દ્ર), સેક્રેટરી પદે ડો. જયદીપ કાચરોલા (અર્પણ બાળકોની હોસ્પિટલ) અને ખજાનચી પદે ડોકટર અલ્પેશ ફેફર (રાધે હોસ્પીટલ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ તકે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા
