શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલના ૩ ખેલાડીઓ બન્યા દેશનું ગૌરવ


SHARE





મોરબીની નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલના ૩ ખેલાડીઓ બન્યા દેશનું ગૌરવ

તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ટુર્નામેન્ટ અને એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ. શાળા  નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ મોરબીના ૩ ખેલાડીઓ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમે વિજેતા થઈ અને આગામી ૭મી એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલ ક્વોલિફાય કરી ભારતની ટેકવોન્ડો ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ આપવી આગામી તારીખ ૧ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ ગૌસ્વામી યશગીરી મુકેશગીરી, ખટાણા મીત ગભરુભાઇ અને બાવળીયા નીલમ જગાભાઈ, બૈરુટ(લેબનન) ખાતે યોજાનાર ૭મી એશિયન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમની અદ્વિત્ય સિદ્ધિથી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા બદલ તેમજ આગામી એશિયન ચેમ્પિયનશિપમાં વિદેશની ધરતી ઉપર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત દેશનું નામ રોશન કરે તેવી જિલ્લા રમત વિકાસ અધિકારી રવીકુમાર ચૌહાણ, શાળાના ટ્રસ્ટી ડી.બી. પાડલિયા, હાર્દિકભાઇ પાડલીયા, બ્રિજેશભાઇ ઝાલરીયા, કોચ પંકજ કુમાર તેમજ સમગ્ર શાળા પરિવાર હાર્દિક સુભેચ્છા પાઠવે છે




Latest News