મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે ​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા


SHARE













મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા

મોરબીના મકનસર ગામે સીતારામ નગરમાં, નાનીવાવડી ગામે આવેલ ભૂમિ ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અને કાલિકા પ્લોટમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે ચાર મહિલા સહિત નવ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસને રોકડા રૂપિયા સાથે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના મકનસર ગામે સીતારામ નગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા હરેશભાઈ ઘૂઘાભાઈ કોળી (૨૮), રાજુભાઇ ધીરુભાઈ કોળી (૩૩), રાજેશભાઈ મગનભાઇ પરમાર (૩૦) અને સુનિલભાઈ મંગળદાસ ચૌહાણ (૩૬) રહે, બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૨૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ભૂમિ ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલા જુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે હંસાબેન બટુકભાઈ વ્યાસ (૪૯) સોનલબેન સંજયભાઈ ધાનજા (૪૩), પ્રભાબેન રમેશભાઈ ફુલતરીયા (૪૫) અને ગૌરીબેન શાંતિલાલ ફુલતરીયા (૫૫) રહે બધા નાની વાવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૦૫૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નંબર એકમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બસીરભાઈ સલીમભાઈ ચાનિયા જાતે સંધિ (૩૦) રહે. કાલિકા પ્લોટ શેરી નં-૨ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૨૦૫૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News