મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્દિરાનગર પાસે ગાયત્રીનગરમાં ઘરમાંથી ૬૮ બોટલ  દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE













મોરબીમાં ઇન્દિરાનગર પાસે ગાયત્રીનગરમાં ઘરમાંથી ૬૮ બોટલ  દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર વિસ્તાર પાસે ગાયત્રી નગર શેરી નંબર-૧ માં રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૬૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૧,૯૯૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરેલ છે અને આરોપી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તાર પાસે ગાયત્રી નગર શેરી નંબર-૧ માં રહેતા બહાદુરભાઇ ડાભીના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે બહાદુરભાઇના ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૧,૯૯૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે, ઘરધણી બહાદુરભાઇ ઉર્ફે રોહિત ગિરધરભાઈ ડાભી રહે. ઇન્દિરાનગર ગાયત્રીનગર શેરી નં-૧ એક મૂળ રહે. લાતી પ્લોટ શેરી નં-૪ વાળો હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે શરૂ કરેલ છે

મોરબીના વજેપર શેરી નં-૫ માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ છબીલભાઈ પરમાર જાતે સતવારા (૩૨) રહે. વજેપર શેરી નં-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબીના જોસનગર-૧૧ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે નાની બોટલો મળી આવતા પોલીસે ૨૦૦ નો દારૂનો જથ્થો કબજે કરી ઈસુભાઈ હાજીભાઈ દલવાણી જાતે સંધિ (૩૯) રહે. જોન્સનગર શેરી નં-૧૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News