મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા રૂપિયા ૩.૩૦ લાખ ચોરી ગઈ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા રૂપિયા ૩.૩૦ લાખ ચોરી ગઈ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર પોતાની દુકાનની બહાર ટાયર-ટ્યુબ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાનમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી ટેબલની ઉપર રાખેલ થૈલામાં રહેલા રોકડા રૂા.૩.૩૦ લાખ ચોરી ગઈ હોવાની ફરિયાદ દુકાનદાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને ચોરી કરી ગયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટની પાસે આવેલા રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રસ્તે પ્રકૃતિ સોસાયટીના ગેઇટની સામે પટેલ ટાયર હબ નામે દુકાન ચલાવી ધંધો કરતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉમર ૨૬) દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા.૨૦-૮ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ દુકાને હતા અને દુકાન ખુલી હતી.ત્યારે તેઓ દુકાનની બહાર ટાયર ગોઠવી રહ્યા હતા.તે સમય દરમિયાન દુકાનદારની નજર ચૂકવીને આવેલ અજાણી યુવતી દ્વારા તેઓના ટેબલની ઉપર રાખવામાં આવેલા થૈલામાં રહેલ રોકડા રૂા.૩.૩૦ લાખ ચોરી જવામાં આવ્યા છે.હાલ ચોરીની ઉપરોક્ત ઘટનામાં ભોગ બનેલા જેનીલભાઈ આદ્રોજાએ લખાવેલી ઉપરોક્ત ફરિયાદ આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૮૦ મુજબ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા અરવિંદભાઈ શંકરભાઈ હળવદિયા નામના ૫૦ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અરવિંદભાઈ હળવદિયા માળીયા હાઇવે ઉપરના નાગડાવાસ ગામ નજીકથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે રીક્ષા સાથે ટ્રક અથડાવતા અરવિંદભાઈને ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ વડે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હાલ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત અકસ્માત બનાવની નોંધ થતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમારે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News