મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

હવે મોરબી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પણ આંગળીના ટેરવે ભરી શકશે વેરો: ડીડીઓ


SHARE







હવે મોરબી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પણ આંગળીના ટેરવે ભરી શકશે વેરો: ડીડીઓ

વડાપ્રધાનનું ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન મોરબી જિલ્લાએ સાર્થક કર્યું છે. જ્યાં મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડથી ઓનલાઈન વેરા ભરવાની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા ઉપ્લબ્ધ આ સુવિધા થકી હવે તમામ ગ્રામ પંચાયતોમાં વેરો ડિજીટલ સ્વરૂપે સ્વીકારી શકાશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પેપરલેસ કાર્યપદ્ધતિ, ઈ-સરકાર, ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે ઈ-પેમેન્ટ વગેરે આધુનિક સવલતો વિકસાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાએ સરકારની આ પહેલમાં અગ્રેસર રહી સરકારના ડિજીટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક બનાવવામાં આગેકૂચ કરી છે મોરબીના ડીડીઓ દિગ્વીજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ક્યુ.આર. કોડ સાથે ઓલનાઈન પેમેન્ટથી વેરા ભરવા માટેની સુવિધા હેઠળ સાંકળી લેવા કવાયત કરવામાં આવી હતી અને જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ઓનલાઈન વેરા ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી કરીને ક્યુ.આર. કોડની મદદથી પંચાયતને લગતા પાણીવેરા, સફાઈવેરા, મકાનવેરા, વ્યવસાય વેરા વગેરેનું ચૂકવણું લોકોના આંગળીની ટેરવે કરી શકશે

આ બાબતે ડીડીઓ દિગ્વીજયસિંહ ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે, દેશની તમામ ગ્રામ પંચાયતો ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાયુક્ત બને. જે અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઇન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામજનો તેમના વેરો ભરી શકશે જેથી ગ્રામજનોને પંચાયત ઘરે રૂબરૂ જવાની જરૂરિયાત રહેશે નહીં અને ઓનલાઇન સિસ્ટમથી જ બધું થતું હોવાથી પૈસા સીધા ગ્રામ પંચાયતના ખાતામાં જ જમા થશે, જેથી પૈસાનો દુરુપયોગ પણ નહિ થાય તે હક્કિત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન છે તે ખરેખર ગામડાઓ સુધી પહોંચ્યું છે






Latest News