મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની નજર ચુકવીને રોકડા રૂપિયાની ચોરી કરનાર મહિલા આરોપી જેલ હવાલે


SHARE





મોરબીમાં વેપારીની નજર ચુકવીને રોકડા રૂપિયાની ચોરી કરનાર મહિલા આરોપી જેલ હવાલે

 મોરબીમાં હળવદ રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર પોતાની દુકાનની બહાર ટાયર-ટ્યુબ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાનમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા ૩.૩૦ લાખ ચોરી ગઈ હતી જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે મહિલા આરોપીની ધાપરક્ડ કરી હતી અને તેને જેલ હવેલ કરવામાં આવેલ છે

મોરબીના શનાળા રોડ સમયના ગેઇટની પાસે રહેતા અને મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રસ્તે પ્રકૃતિ સોસાયટીના ગેઇટની સામે પટેલ ટાયર હબ નામે દુકાન ચલાવી ધંધો કરતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૬) દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓ દુકાને હતા અને દુકાન ખુલી હતી. ત્યારે તેઓ દુકાનની બહાર ટાયર ગોઠવી રહ્યા હતા.તે સમય તેની નજર ચૂકવીને અજાણી યુવતી દુકાનમાંથી રોકડા ૩.૩૦ લાખ ચોરી કરીને લઈ ગઈ હતી જે ફરિયાદ આધારે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી યુવતી સપનાબેન બચુભાઈ ચાડમિયા (૨૨) રહે, હાલ હરિઓમ પાર્કની સામે હેલી પેડ પાસે ખુલ્લા પટ્ટમાં અને  મૂળ કામનાથપરા કાલાવડ વાળી ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી રોકડા ૩.૩૦ લાખ કબજે કરવામાં આવ્યા હતા અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મહિલા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News