હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગામડાઓમાં સુવિધાઓનું ચેકિંગ કરવા ડીડીઓએ બનાવી ખાસ ટીમ


SHARE









મોરબી જિલ્લામાં ગામડાઓમાં સુવિધાઓનું ચેકિંગ કરવા ડીડીઓએ બનાવી ખાસ ટીમ

મોરબી જિલ્લામાં ૩૬૨ ગ્રામ પંચાયત આવેલ છે ત્યાં ગામના લોકોને કેવી સુવિધાઓ મળી રહી છે તે ચેક કરવા માટેનું મોરબી જિલ્લાના ડીડીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જુદાજુદા ગામોમાં સુવિધાઓને ચેક કરવા માટે ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા ગામમાં જઈને ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન, બાંધકામ અને તળાવ સહિતના કામોનું ચેકિંગ કરશે

મોરબી જિલ્લાના ડીડીઓ ડી.ડી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જીલ્લામાં આવેલા ગામડાઓમાં જે સુવિધાઓ આપવામાં આવે છે તે ખરેખર લોકો સુધી પહોચે છે કે કેમ તે ચેક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને ગ્રામ પંચાયત કે તલાટી યોગ્ય સુવિધાઓ ન આપતા હોય તો તેની ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે હાલમાં જિલ્લા પંચાયતના દરેક વિભાગના કલાસ વન અને ટૂ અધિકારીઓની કુલ મળીને ૨૪ ટીમો બનાવી છે જે દરેક ટિમ બે બે ગામને ચેક કરશે અને જયારે ટિમ ગામમાં આવે ત્યારે સરપંચ અને તલાટીએ ફરજિયાત હાજર રહેવા રહેશે અને જો હાજર નહી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ટીમો ગામડાની શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન, બાંધકામ શાખાના કામો તેમજ તળાવ સહિતના કામોનું ચેકિંગ કરશે અને તેના રિપોર્ટમાં જો કોઈ ખામી નજર આવશે તો તેની ઘટતી કાર્યવાહી કરાશે અને સુવિધાઓ પુરી કરવા માટેના પ્રયાસો કરાશે. 




Latest News