હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી


SHARE









ટંકારાના વાછકપર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા વૃદ્ધે પોતાના ઘર પાસે બાઈક પાર્ક કર્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં તેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રસિકભાઈ કરસનભાઈ સાકરીયા જાતે રજપૂત (૫૭) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ વાછકપર ગામમાં પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા ફળિયામાં તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૨૩૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેમના દ્વારા બાઈકની શોધખોળ કરવામાં આવતી હતી જો કે, બાઈકનો કોઈ જગ્યાએથી પતો નહીં લાગતા તેમણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News