હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાયો


SHARE









મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાયો

મેજર ધ્યાનચંદજીના જન્મદિવસના દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી નવજીવન વિધાલય ડી.એલ.એસ.એસ. અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS) ખાતે કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ સારૂ પ્રદર્શન કરેલ ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી ૩૧-૦૮-૨૦૨૩ ના રોજ લેબનન ખાતે એશિયાઈ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રવિકુમાર ચૌહાણ, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડી.જી.ચુડાસમા, શાળાના ટ્રસ્ટી ડી.બી.પાડલિયા, હાર્દિકભાઈ પાડલિયા, બ્રિજેશભાઈ ઝાલરીયા, તેમજ વિવિધ રમતના કોચ, ટ્રેનર અને વ્યાયામ શિક્ષક અને બહોળી સંખ્યામાં ખેલાડીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News