હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : વરસાદ ખેંચાતા ખેડૂતોના મોલને બચાવવા પિયત માટે પાણી આપવા મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટની રજૂઆત


SHARE









મોરબી : વરસાદ ખેંચાતા ખેડૂતોના મોલને બચાવવા પિયત માટે પાણી આપવા મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટની રજૂઆત

મોરબીના રહેવાસી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસીએશનના દરજ્જે રજૂઆત કરી તાજેતરમાં વરસાદ ખેંચાયો હોય ખેડૂતોના ઉભા પાક મુઝાઈ રહ્યા છે ત્યારે તેને બચાવી લેવા માટે પિયત માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વરસાદ ખેચાતા ખેડૂતોનાં મોલ સુકાઈ રહ્યા છે.ત્યારે હયાત કેનાલો દ્વારા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાતાક્લીક પાણી આપવામા આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસીએશન વકી કે.ડી.બાવરવાએ કરી જણાવેલ છેકે, ચાલુ સાલે સારી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ચોમાસું પાક માટે વાવેતર કરેલ છે.તેઓના પાક પણ ખુબ જ સારા છે.ત્યારે ચિંતાનો વિષય એ છે કે અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત છે.પરંતુ ઉપરવાળો રીજતો નથી.અને વરસાદ ખેચાયેલ છે.આવા સંજોગોમાં જો હાલમાં તાત્કાલિક પાકને પાણી ન મળે તો ખેડૂતોએ કરેલ ખર્ચ અને મહેનત બેકાર જાય તેમ છે તેમજ હાલમાં પાક સુકાઈ રહ્યો છે.શાસ્ત્રોમાં  ભગવાન પછી રાજાને ભગવાનનો અંશ માનવામાં આવે છે તેથી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે લોકોની તમારી પાસે અપેક્ષા છે કે તેઓની જરૂરિયાત અને પાકો બચે તે માટે આપ જરૂર યોગ્ય કરશો જેથી આપને વિનંતી સાથે માંગણી છે કે,

મોરબી જીલ્લા માં આવેલા ડેમ જેવા કે મચ્છુ -૧, મચ્છુ -૨, મચ્છુ -૩, ડેમી-૧, ડેમી-૨, ડેમી-૩, ધોડાધ્રોઈ, ભ્રામણી -૧,૨,  તેમજ અન્ય ડેમો તેમજ નર્મદા યોજના ની ત્રણ બ્રાંચ કેનાલો, માળિયા બ્રાંચ,  ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ દ્વારા મોરબી વિસ્તારનાં ખેડૂતો ને પોતાનો પાક બચાવવા ખરીફ પાક માટે સિંચાઈનું પાણી તાત્કાલિકનાં ધોરણે આપવામાં આવે.જો આ નિર્ણય મોડો લેવામાં આવશે તો પછી પાક બચશે નહી. ખેડૂતોને તે પાણીનો કોઈ ફાયદો નહી થાય. અને પાણી પણ બગડશે, તો તાત્કાલીક બે-ચારમાં નિર્ણય લઈને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી રજૂઆત સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ માંગ કરેલ છે.




Latest News