ભારે કરી: મોરબી જીલ્લામાં આંગણવાડીના બાથરૂમમાંથી ૧૩૨ બોટલ દારૂ ગ્રામજનોએ પકડ્યો !
મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી: આલાપ રોડે દારૂ સાથે એક પકડાયો
SHARE
મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી: આલાપ રોડે દારૂ સાથે એક પકડાયો
મોરબીની કંસારા શેરીમાં રહેતા યુવાને મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં પોતાનું બાઈક પાક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની કંસારા શેરીમાં રહેતા સિદ્ધાર્થભાઈ રાકેશભાઈ મહેતા જાતે વાણીયા (૨૮) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ અજાણ્યા શખ્સની સામે નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં તેમણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૯૭૯૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે વિપુલભાઈ દલીચંદભાઈ વરમોરા જાતે પટેલ (૪૨) રહે. આલાપ રોડ પટેલ નગર પટેલ રેસીડેન્સી- સી-૧ મોરબી વાળાની ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મોરબીના રવાપર ખાતે રહેતા મુન્નાભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે