મોરબીના નીચી માંડલ ગામે ૭૦ વર્ષના વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
ભારે કરી: મોરબી જીલ્લામાં આંગણવાડીના બાથરૂમમાંથી ૧૩૨ બોટલ દારૂ ગ્રામજનોએ પકડ્યો !
SHARE
ભારે કરી: મોરબી જીલ્લામાં આંગણવાડીના બાથરૂમમાંથી ૧૩૨ બોટલ દારૂ ગ્રામજનોએ પકડ્યો !
હળવદ તાલુકાના માથક ગામે આંગણવાડીના બાથરૂમમાં તાળું મારતા ન હતા જોકે ગઈકાલે ત્યાં તાળું લગાવેલું જોવા મળ્યું હતું જેથી કરીને અંદર કંઈક વસ્તુ હોવાની ગ્રામજનોને શંકા હતી જેથી કરીને તાળું તોડવામાં આવતા આંગણવાડીના બાથરૂમમાંથી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી જેથી કરીને આ અંગેની સ્થાનિક લોકો દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં આવી હતી અને દારૂનો જથ્થો આંગણવાડીના બાથરૂમમાંથી કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો માથક ગામના જ એક શખ્સનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ દ્વારા યેનકેન પ્રકારે દેશી અને વિદેશી દારૂ તથા અન્ય નસીલા પદાર્થો તેના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે થઈને કીમિયા કરવામાં આવતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના માથક ગામે રહેતા બુટલેગર દ્વારા પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડવા માટે દારૂનો જથ્થો છુપાવવા માટે થઈને આંગણવાડીને ટાર્ગેટ કરવામાં આવી હતી અને માથક ગામે આવેલ આંગણવાડીના બાથરૂમની અંદર દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. જેનો ગ્રામજનો દ્વારા પર્દાફાશ કરવામાં આવેલ છે જાણવા મળતી વખત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે આવેલ આંગણવાડીના બાથરૂમમાં તાળું લગાવવામાં આવતું ન હતું જો કે ગઈકાલે ત્યાં તાળું લાગેલું જોવા મળ્યું હતું જેથી બાથરૂમમાં કંઈક શંકાસ્પદ વસ્તુ હોવાની શંકાના આધારે સ્થાનિક ગ્રામજનો દ્વારા તે તાળું તોડવામાં આવતા બાથરૂમમાંથી દારૂની બોટલો ભરેલ પેટીઓ મળી આવી હતી જેથી કરીને તાત્કાલિક ગામના લોકો દ્વારા આ અંગેની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આંગણવાડીના બાથરૂમમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૩૨ બોટલો મળી આવી હતી માટે પોલીસ ૪૭,૭૦૦ નો દારૂનો જથ્થો આંગણવાડીના બાથરૂમમાંથી કબજે કર્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો માથક ગામે રહેતા અનિલ ઉર્ફે અંકો પ્રભુભાઈ મદ્રેસણીયા જાતે કોળીનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડીના બાથરૂમને વિદેશી દારૂના સ્ટોર રૂમની જેમ જો ત્યાં દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હોય તો ગુજરાતના બાળકોનું ભવિષ્ય શું તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે