મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર જુગાર રમતા બે પકડાયા ચાર ભાગી છુટ્યા


SHARE









મોરબીના રવાપર રોડ ઉપર જુગાર રમતા બે પકડાયા ચાર ભાગી છુટ્યા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને નાઇટ રાઉન્ડ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ નજીક રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.જેથી પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા પકડાયા હતા જ્યારે સ્થળ ઉપરથી તકનો લાભ લઈને ચાર પતાપ્રેમીઓ ભાગી છુટયા હોય હાલ છએયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તે અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ડી સ્ટાફના માણસો રાઉન્ડમાં હતા.તે દરમિયાનમાં મોડીરાત્રિના રવાપર રોડ ઉપર આવેલા પુરષોત્તમ ચોક નજીક આવેલ સતવારા બોર્ડિંગની બાજુમાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવા અંગેની પોલીસને બાતમી મળી હતી.જેને આધારે પોલીસ સ્ટાફે ત્યાં પહોંચીને રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલાઓ પૈકીના સાહિલ જવાહરલાલ પાલ રહે.ગાયત્રીનગર મોરબી-૨ અને મયુર લાલજીભાઇ દેગામા જાતે કોળી (ઉમર ૨૭) રહે.કાલિકા પ્લોટ વાળા સ્થળ ઉપરથી જુગાર રમતા પકડાઈ ગયા હતા અને તેઓ પાસેથી રોકડા રૂપિયા ૨૬,૨૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા.જ્યારે પોલીસને જોઈને તકનો લાભ લઇ સ્થળ ઉપરથી તોફીક ઈબ્રાહીમભાઇ ચાનિયા જાતે સંધિ રહે. પરસોતમ ચોક, સુરેશ સવજીભાઇ કોળી રહે.કાલિકા પ્લોટ, જીવણ છન્નાભાઇ ચૌહાણ રહે.કાલિકા પ્લોટ અને મકસુદ ચૌહાણ રહે.ત્રાજપર સામાકાંઠે મોરબી-૨ સ્થળ ઉપરથી ભાગી છુટ્યા હતા.જેથી ઉપરોક્ત છ પતાપ્રેમીઓની સામે એ ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ભાગી છુટેલા ચારેયને પકડવા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત

મોરબીની સબજેલ ખાતે ફરજ બજાવતા મહિપતભાઈ રણછોડભાઈ ડોબરીયા (ઉંમર ૩૨) ને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જાણવા મળતી વખતો મુજબ તેઓ બાઈક લઈને ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસેથી નવલખી રોડ ઉપરથી જતા હતા ત્યારે કોઇ અજાણી યુવતીએ પાછળ જોયા વિના જ એકટીવાનો અચાનક વણાંક લઇ લેતા તેઓએ બ્રેક મારવા જતા મહિપતભાઇનું વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા પામેલા મહિપતભાઈ ડોબરીયા નામના પોલીસ કર્મચારીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ જસમતભાઈ નેસડિયા નામના ૫૦ વર્ષીય આધેડને તેઓની વાડી ખાતે દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી તેમને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News