મોરબીમાં મોબાઇલના વેપારીને ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ: છ માસની સજા
SHARE
મોરબીમાં મોબાઇલના વેપારીને ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ: છ માસની સજા
મોરબી શહેર કાયાજી પ્લોટ રવાપર રોડ ખાતે રહેતા ટેકચંદભાઈ ગાગનદાસ તુલસીયાણીએ પાવર ઓફ એટર્ની તેઓના પુત્ર રાહુલભાઈ ટેકચંદભાઈ મારફત મોરબીની અદાલતમાં ચેક રીટર્નનો કેસ કર્યો હતો.જેમાં મોરબી શહેરના જુના મહાજન ચોક ખાતે આવેલ જલારામ મોબાઈલના માલીક રમેશભાઈ જયેન્દ્રભાઈ કેસવાણીએ મિત્રતાના દાવે હાથ ઉછીનાની રકમ રૂપિયા ૩,૫૦,૦૦૦ તેઓની પાસેથી લીધેલ હતા અને તે બદલ રૂપિયા ૩,૫૦,૦૦૦ નો ચેક તા.૧૧-૭-૨૦૧૯ ના રોજ નો ફરીયાદીના નામ જોગ આપેલ હતો તે ચેક ફરીયાદીએ બેંક ખાતામાં જમા ક૨ાવતા ચેક મુજબની ૨કમ આરોપીના ખાતામાં જમા ન હોવાથી તે ચેક રીટર્ન થયેલ તે મતલબની ચેક રીટર્નની ફરીયાદ મોરબીની અદાલતમાં દાખલ કરવામાં આવી હતી.
આ કેસ મોરબીની અદાલતમાં દલીલના સ્ટેજે ફરીયાદી રાહુલભાઈ ટેકચંદભાઈના ફરીયાદ પક્ષના મોરબી શહેરના બાહોશ એડવોકેટ બ્રીજેશભાઇ (ટીનાભાઈ) એચ.નંદાસણાની કેસ સબબની અને જે પુરાવા નામદાર કોર્ટમાં રજુ થયેલ તેના અનુસંધાને આ કામના આરોપીએ એક મિત્રતાના દાવે હાથ ઉછીનાની ૨કમ ફરીયાદી પાસેથી લીધેલી અને ચેક આપેલ અને તે ચેક રીટર્ન થયેલ છે ફરીયાદી પોતાનો કેસ નિઃશંકપણે નામદાર કોર્ટ સમક્ષ સાબીત કરેલ હોય જેથી આ૨ોપીને સજા ક૨વા ધારદાર દલીલ કરેલ જેના અનુસંધાને આ કેસ મો૨બીના ત્રીજા એડીશનલ ચીફ જયુડી મેજી.જજ જે.વી.બુધ્ધ ની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે જલારામ મોબાઈલના માલીક ૨મેશભાઈ જયેન્દ્રભાઈ કૈસવાણીને એક વર્ષની સજા તથા ડબલ રકમ એટલે કે રૂા.૭,૦૦,૦૦૦ નો દંડ અને જો દંડની ૨કમ ન ભરે તો છ મહીનાની સજા તથા ૪,૭૬,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.ફરીયાદ પક્ષના મોરબી શહેરના બાહોશ એડવોકેટ બ્રીજેશ (ટીનાભાઈ) એચ.નંદાસણા રોકાયેલ હતા