મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મી)ની મોટીબરારની રત્નમણિ પ્રા. શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધા યોજાઈ


SHARE





માળીયા (મી)ની મોટીબરારની રત્નમણિ પ્રા. શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધા યોજાઈ

માળિયા મિયાણાના મોટીબરાર ગામે આવેલ રત્નમણિ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર મજાની રાખડીઓનું નિર્માણ કર્યું હતું. આ સ્પર્ધામાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કાનગડ રાધિકા, પરમાર કવિતા અને ખડોલા ચંદ્રિકાને નિર્ણાયક તરીકે રાખવામાં આવ્યા હતા. અને તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક રવિભાઈ મઠિયા તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News