મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં તલાક લઈને બીજા લગ્ન કરનારા મહિલાના વર્તમાન પતિના ભાઈને પૂર્વ પતિના ભાઈઓએ ધારિયા વડે માર માર્યો


SHARE







માળીયા (મી)માં તલાક લઈને બીજા લગ્ન કરનારા મહિલાના વર્તમાન પતિના ભાઈને પૂર્વ પતિના ભાઈઓએ ધારિયા વડે માર માર્યો

માળીયા મીયાણામાં રહેતા યુવાને જે મહિલાની અગાઉ તલાક થયેલ હતી તેની સાથે કોર્ટ મેરેજ કરેલા હતા તે બાબતનો ખાર રાખીને મહિલાના પૂર્વ પતિના ભાઈઓ સહિતના ચાર શખ્સો દ્વારા જે યુવાને કોર્ટ મેરેજ કરેલ હતા તેના ભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ધારીયા વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને બંને હાથ, આંગળીમાં અને પગની પાનીમાં ઇજા થઈ હતી અને આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરે છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણામાં આવેલ માલાણી શેરી સંધવાણી વાસમાં રહેતા હુસેનભાઈ હૈદરભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૫)એ હાલમાં હૈદરભાઈ અબ્બાસભાઈ જેડા, અજહર અબ્બાસભાઈ જેડા, સિરાજ શકુરભાઈ જેડા અને સિકંદર ભટ્ટી રહે. બધા માળીયા વાળાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયાની મેન બજારમાં આવેલ એસબીઆઇ બેન્કની પાસે કૌશલ મોબાઈલ નામની દુકાને તે હતો ત્યારે તેના ભાઈએ જે મહિલા સાથે કોર્ટ મેરેજ કરેલ છે તે મહિલાના અગાઉ તલાક થયેલ હોય આ મહિલાના પૂર્વ પતિના બે ભાઈ હૈદરભાઈ અને અજજરભાઈ દ્વારા તે બાબતનો ખાર રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને હૈદરભાઈએ ધારિયા વડે યુવાનને બંને હાથમાં તથા આંગળીમાં ઇજા કરી હતી તેમજ સિકંદર ભટ્ટીએ ધારીયા વડે યુવાનને જમણા પગની પાનીના ભાગે માર મારીને ઈજા કરી હતી તો અજહરભાઈ અને સિરાજભાઈએ ધોકા વડે ફરીયાદીને છાતીના ભાગે અને શરીરને માર માર્યો હતો તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News