મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર-રફાળેશ્વરમાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૩૩ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરોની શોધખોળ


SHARE









મોરબીના વાઘપર-રફાળેશ્વરમાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૩૩ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરોની શોધખોળ

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે તેમજ રફાળેશ્વર ગામે દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે કુલ મળીને ૧૩૩ બોટલ દારૂનો જથ્થો કબજે કરેલ છે જોકે બંને રેડ દરમિયાન બુટલેગરો હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા જોગેન્દ્રસિંહ જાડેજાના કબજા વાળી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ઓરડીમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૦૮ બોટલો મળી આવતા પોલીસે ૪૩,૯૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા રહે. વાઘપર પીલુડી વાળો હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે

આવી જ રીતે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ધર્મેશભાઈ સુમેશરાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૨૫ બોટલો મળી આવતા પોલીસે ૧૨,૩૮૦ નો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે આરોપી ધર્મેશભાઈ ઉર્ફે ડાડો ઉર્ફે ભૂરો કિશોરભાઈ સુમેસરા ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News