મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં ચાલતા એનએસએસ યુનિટ દ્વારા ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ 'ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી' સંદર્ભનો કાર્યક્રમ યોજાયેલ હતો ભારતમાં અકસ્માતોનું પ્રમાણ અને તેને લીધે મૃત્યુનું વધતું પ્રમાણએ બહુ ચિંતાનો વિષય બની રહેલ છે. પરિણામે માનવ સંસાધનને મોટું નુકસાન ભોગવવું પડે છે. આ મુદ્દો જ્યારે સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતાનો છે ત્યારે આ સંદર્ભની જાગૃતિ સમાજમાં પ્રસરે તે અનિવાર્ય છે. આ બાબતની અગત્યતાને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે મોરબી આરટીઓના મોટર વાહન નિરીક્ષક આર.એ. જાડેજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલ હતા તેઓએ ખાસ કરીને યુવા વર્ગને સંબોધીને ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી સંદર્ભે તર્કબદ્ધ મુદ્દાઓ અકસ્માત નિવારણના સંદર્ભમાં રજૂ કર્યા હતા સામાન્ય પ્રકારની અવેરનેસના પરિણામો કેટલાયે અકસ્માતોને ટાળી શકાય છે અને માનવ સંસાધનને નુકસાન થતું અટકાવી શકાય છે તે સદ્રષ્ટાંત તેમણે સમજાવેલ. ટેકનિકલી તૈયાર કરેલી પીપીટી બતાવીને તેમણે પોતાનું વક્તવ્ય આપેલ હતું આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે.આર. દંગી, સ્ટાફ, એનએસએસ સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને વિષય સંદર્ભે ગંભીર બનેલ છે આ કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટ વતી પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું




Latest News