વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ચાર રેડ: ૧૦ જુગારી પકડાયા
મોરબી તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧.૨૫ લાખની રોકડ સાથે ૧૮ જુગારી પકડાયા
SHARE
મોરબી તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧.૨૫ લાખની રોકડ સાથે ૧૮ જુગારી પકડાયા
મોરબી તાલુકા અને શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૮ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧,૨૫,૭૪૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં ઉમા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મેથાણીયાના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા મુકેશભાઈ હરજીભાઈ મેથાણીયા (૫૦), શૈલેષભાઈ ચંદુભાઈ સાણંદિયા (૩૩), મહેશભાઈ પોપટભાઈ ચંદ્રાલા (૪૨), શરદભાઈ જીવરાજભાઈ વડગાસિયા (૫૩), નીતિનભાઈ પરેશભાઈ પરેચા (૨૬), ભૂમિતભાઈ ઘનશ્યામભાઈ કાનેટીયા (૩૨), ચિરાગભાઈ બીપીનભાઈ સોખરીયા (૨૪), સવજીભાઈ મોહનભાઈ સરડવા (૪૪) અને રામદેવભાઈ નાનજીભાઈ ઘોરૂ (૨૯) રહે બધા ઉમા રેસીડેન્સી સોસાયટી પીપળી ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧,૦૫,૪૪૦ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના ભડીયાદ ઢોરે ચામુંડા કિરાના નામની દુકાનની શેરીમાં લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રભુભાઈ લાભુભાઈ રૂદાતલા (૪૫), સંજયભાઈ કેશુભાઈ જીજવાડીયા (૨૯) પ્રવીણભાઈ મનુભાઈ ચાવડા (૩૩), નરેશભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ લાલુકિયા (૩૮) અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા (૩૬) રહે. ભડીયાદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬,૨૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં રહેતા મગનભાઈના મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ભરતભાઈ મગનભાઈ દેલવાણીયા (૫૦), શૈલેષભાઈ મગનભાઈ દેલવાણીયા (૪૦), ઠાકરશીભાઈ મગનભાઈ દેલવાણીયા (૩૫) અને રણછોડભાઈ મગનભાઈ દેલવાણીયા (૩૨) રહે બધા ભીમસરવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪૧૦૦ ની રોકડ કબજે કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે









