મોરબી તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧.૨૫ લાખની રોકડ સાથે ૧૮ જુગારી પકડાયા
મોરબીના ઘૂટું ગામ પાસે એસટીની વોલ્વો બસના ચાલકને ચારથી પાંચ શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીના ઘૂટું ગામ પાસે એસટીની વોલ્વો બસના ચાલકને ચારથી પાંચ શખ્સોએ માર માર્યો
મોરબીથી એસટીની વોલ્વો બસને અમદાવાદ તરફ લઈને જઈ રહેલ બસને ઘૂંટુ ગામ પાસે ફોરવીલ કારના ચાલકે રોકીને ચારથી પાંચ શખ્સો દ્વારા ડ્રાઈવરને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ એસટીની વોલ્વો બસના આગળના કાચમાં પણ નુકસાની કરી હતી જેથી ઈજા પામેલા ડ્રાઇવરને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી અમદાવાદ વચ્ચે ચાલતી એસટીની વોલ્વો બસ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસે રહેતા જગદીશભાઈ હમીરભાઇ પરમાર (ઉમર ૩૧) વાળા અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘૂટું ગામ પાસેથી તેઓ એસટીની વોલ્વો બસ લઈને નીકળ્યા હતા ત્યારે કાર ચાલક તેની બસનો ઓવરટેક કરવા માટે ગયો હતો જોકે સામેથી ટ્રક આવી જતા ઓવરટેક થઈ શક્યો ન હોવાથી કાર ચાલકે જગદીશભાઈ પરમારના હવાલા વાળી બસને રોકાવીને તેને એસટીની વોલ્વો બસમાંથી નીચે ઉતારીને ચારથી પાંચ શખ્સોએ ઢિકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને તેમને ઈજા થતાં તેની સાથે રહેલા એસટીના કંડક્ટર વિશાલભાઈ ચૌહાણ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં તેને સારવાર આપ્યા બાદ મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ભોગ બનેલનું નિવેદન લેતા જગદિશભાઇએ તાલુતા પોલીસ મથક ખાતે આઇ-૨૦ કાર નંબર જીજે ૩૬ એલ ૫૪૭૯ ના ચાલક સહીત ચારેક લોકો સામે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારીયાએ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ઝેરી દવા
મોરબીના બગથળા ગામે વાડી વિસ્તારમાં રહેતા દલાભાઈ ભાભોર (૨૭) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સાગરભાઇ લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.
કારમાં નુકશાન
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ બાર નાલા પુલ પાસેથી રાજકોટમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં જૈન દેરાસર મેઇન રોડ ઉપર અરિહંત એવન્યુ બી-વિંગના બ્લોક નંબર-૬૦૪ માં રહેતા નીતિન સુરેશભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૭)એ હાલમાં ટ્રક નંબર જીજે ૩ એટી ૦૪૪૨ ના ચાલક સાહિલ ઇસ્માઈલભાઈ સોરા રહે. ભગવતીપરા રાજકોટ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ બાર નાલા પુલ પાસેથી તેઓ પોતાની આર્ટિકા કાર નંબર જીજે ૩૬ એફ ૧૩૩૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને તેઓની આર્ટિકા કારમાં પાછળથી ટ્રક અથડાવ્યો હતો જેથી કારનો કાચ પાછળનો તૂટી ગયો હતો તેમજ બમ્પર અને ડેકીમાં પણ નુકસાની થઈ હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









