મોરબીમાં આશાપાર્ક, રણછોડનગર અને લાયન્સનગર જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા
વાંકાનેરના કોઠારીયા, હોલમઢ, સરતાનપર અને સિંધાવદર ગામે જુગારની ચાર રેડ: ૧૬ જુગારી પકડાયા
SHARE
વાંકાનેરના કોઠારીયા, હોલમઢ, સરતાનપર અને સિંધાવદર ગામે જુગારની ચાર રેડ: ૧૬ જુગારી પકડાયા
વાંકાનેર તાલુકાના કોઠારીયા, હોલમઢ, સરતાનપર અને સિંધાવદર ગામે જુગારની જુદીજુદી ચાર રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૬ જુગારી પકડાયા હતા જો કે, હોલમઢ ગામે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ભાગી ગયેલ છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડ સહિત કુલ મળીને ૮૯,૨૩૦ ની રોકડ કબજે કરેલ છે
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ વિસ્તારમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે જયદેવ ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશભાઈ રઘાભાઈ કોબીયા (૪૪), મુકેશભાઈ બચુભાઈ જોગરાજીયા (૪૭), વિજયભાઈ રાજુભાઈ કોબીયા (૨૮), શૈલેષભાઈ ધીરુભાઈ કોબીયા (૩૦), સાગરભાઇ શામજીભાઈ મકવાણા (૨૩), આંબાભાઈ ઉર્ફે હકા મેહુલભાઈ કોબીયા (૪૦) અને સંજયભાઈ કરસનભાઈ જોગરાજીયા (૨૯) રહે બધા કોઠારીયા ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૨૩૦ ની રોકડ કબજે કરી હતી
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા બીજલભાઇ ભીખાભાઈ કોળીના ઘરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી હતી અને ત્યારે ઘરધણી બીજલભાઇ ભીખાભાઈ કોળી પોલીસને જોઈને ઘરેથી નાશી ગયા હતા જોકે, પોલીસે ઘરમાંથી અશોકભાઈ નરસીભાઈ સારદિયા રહે. નવાગામ રાજકોટ, હરેશભાઈ રાજુભાઈ મકવાણા રહે નવાગામ રાજકોટ અને દિનેશભાઈ ભગવાનજીભાઈ ગાંગાણી રહે. હોલમઢ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૨,૭૦૦ ની રોકડ તથા ૯૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને ૩૦,૦૦૦ ની કિંમતનું એક બાઈક આમ કુલ મળીને ૬૧,૭૦૦ ના મુદ્દામાલને કબજે કર્યો હતો
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે દુકાન પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અરવિંદભાઈ ઉર્ફે મનીયો જેસીંગભાઇ ઉડેચા (૨૬), સવજીભાઈ મેપાભાઇ ફિસડિયા (૪૫), મનજીભાઈ છગનભાઈ સરાવાડીયા (૩૮) અને જીલાભાઈ ગોકળભાઈ વીજવાડીયા (૪૧) રહે. બધા સરતાનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વાંકાનેર તાલુકાના સિંધાવદર લીંબાપરામાં રમેશભાઈ રાતૈયાના મકાન પાસે શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મગનભાઈ ખોડાભાઈ ધામેચા (૩૫) અને હીરાભાઈ તળશીભાઈ વિરસોડીયા (૪૮) રહે બંને સિંધાવદર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૨૦૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી