મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આશાપાર્ક, રણછોડનગર અને લાયન્સનગર જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં આશાપાર્ક, રણછોડનગર અને લાયન્સનગર જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે જુદાજુદા વિસ્તારમાં જુગારની ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૪ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૦,૪૨૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ આશાપાર્કમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણસિંહ હરુભા વાઘેલા (૫૮), બળવંતસિંહ વખતસિંહ વાઘેલા (૫૬), ગોપાલભાઈ રમેશભાઈ નિમાવત (૪૬),  ઠાકરશીભાઈ ગોપાલભાઈ સોલંકી (૫૧), વિપુલભાઈ પરસોત્તમભાઈ સોલંકી (૪૦) અને દાનુભા નટુભાઈ ઝાલા (૫૦) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબાના મંદિર નજીક શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સલમાબેન ઉર્ફે સોનલબેન હાસમભાઈ સુમરા (૩૫), સુનિતાબેન લાલજીભાઈ સોલંકી (૪૦), મુમતાજબેન ઈકબાલભાઈ સુમરા (૩૮), કાજલબેન અનિલભાઈ ડાંગી (૩૫) અને સરસ્વતીબેન ભાણજીભાઈ સોલંકી (૬૭) રહે. બધા રણછોડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૨૫૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના લાયન્સનગર વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ મંગાભાઈ લઢેર (૬૪), ચતુરભાઈ ધનજીભાઈ લઢેર (૩૫) અને ધીરજભાઈ લાલજીભાઈ ચાવડા (૨૪) રહે, બધા લાયનસનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી ૫૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News