માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર, જુના માલણીયાત, કાલીકા પ્લોટ, લાતી પ્લોટ અને વિરવાવમાં જુગાર રમતા ૨૦ પકડાયા : ૩ ફરાર


SHARE













મોરબીના મકનસર, જુના માલણીયાત, કાલીકા પ્લોટ, લાતી પ્લોટ અને વિરવાવમાં જુગાર રમતા ૨૦ પકડાયા : ૩ ફરાર

મોરબી જીલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં જુગાર રમતા કુલ ૨૦ પત્તાપ્રેમીઓ પકડાયા હતા જ્યારે તકનો લાભ લઈને ત્રણ ભાગી છુટયા હતા.મોરબી પોલીસ દ્વારા મોરબીના મકનસર ગામે, હળવદના જુના માલણીયાદ ગામે, મોરબીના કાલિકા પ્લોટ અને લાતી પ્લોટ વિસ્તારમાં તેમજ ટંકારાના વીરવાવ ગામે જુગાર અંગે રેડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના મકનસર ગામે દેવીપુજક વાસમાં ધીરુભાઈ ના મકાન વાળી શેરીમાં જુગાર રમતા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હિતેશભાઈ ઉર્ફે નિતેશ બહાદુરભાઈ પંસારા (૨૪) બીપીનભાઈ રમેશભાઈ પંચારા (૨૪) રાજેશભાઈ નટુભાઈ પંસારા (૨૭) અને મિથુનભાઈ મુકેશભાઈ પંસારા (૨૬) રહે.બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૦૧૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના જુના માલણીયાત ગામની સીમમાં અરવિંદ મનજીભાઈની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે અરવિંદભાઈ મનજીભાઈ પટેલ (૩૭) રહે નવા માલણીયાદ અને મહેશભાઈ નાગરભાઈ કુડેચા (૩૬)  રહે.એંજાર વાળાઓની ૧,૩૧,૪૫૦ રૂપિયાની રોકડ તેમજ મોબાઇલ મળીને રૂા.૧,૩૪,૪૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.જોકે તકનો લાભ લઈને દલસુખભાઈ વિનોદભાઈ પરમાર રહે નવા માલણીયાદ, ગંભીરભાઈ રાઠોડ રહે નવા માલણીયાદ અને વિપુલભાઈ કોળી રહે ગોપાલગઢ ધ્રાંગધ્રા વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નંબર ત્રણમાં રહેતા કરણભાઈ જાદવના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કરણભાઈ પોપટભાઈ જાદવ (૨૪) સોનલબેન પંકજભાઈ ગુર્જર (૫૩) શારદાબેન મનોજભાઈ અદગામા (૩૦) સાવનભાઈ હિતેશભાઈ માલકીયા (૨૦) હંસાબેન ભરતભાઈ અદગામા (૩૫) અને વિજયાબેન પોપટભાઈ જાદવ (૪૯) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧,૫૦૦ ની કિંમતની મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબીના લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર ત્રણ ના ખૂણા પાસે જુગાર રમતા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા દીપકભાઈ લાભશંકરભાઈ ભટ્ટ (૫૦) ઓસમાણભાઈ હુસેનભાઇ લોલારીયા (૬૦) અને ગોપાલભાઈ વલમજીભાઈ જીવાણી (૩૭) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬,૭૫૦ ની કિંમતની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં પાદરની વાડી તરીકે ઓળખાતી મહાવીરસિંહની વાડીની બાજુમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હરપાલસિંહ સતુભા જાડેજા (૩૦) પ્રવિણભાઇ ગણેશભાઈ ચૌધરી (૫૧) મનીષભાઈ મેઘજીભાઈ ભાગીયા (૨૫) શામજીભાઈ નાનજીભાઈ ડાભી (૫૩) અને શક્તિસિંહ જગતસિંહ જાડેજા (૩૦) ટંકારા તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડ રરમ તેમજ બેટરી સહીત ૨૨,૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.






Latest News