મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના હળવદ ખાતે પત્ની રિસામણે જતી રહેતા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીના હળવદ ખાતે પત્ની રિસામણે જતી રહેતા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ ખાતે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરનો યુવાન ઝેરી દવા પી ગયો હતો અને તેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.પત્ની રિસામણે ચાલ્યા ગયા બાદ યુવાને ઉપરોક્ત પગલું ભર્યું હતું.જેમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયેલ છે.

મોરબીના હળવદ ખાતે મુસાભાઇ ઘાંચીની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા મૂળ છોટા ઉદેપુરના ટીડીયાભાઈ ઉર્ફે ટીકાભાઈ ઉર્ફે ટીડાભાઈ કૌવજીભાઈ (પોપાભાઈ) હુંબીલ આદિવાસી (ઉંમર ૨૯) નામના યુવાને ગત તા.૨-૯ ના ઝરી દવા પી લીધી હતી જેથી તેને હળવદ ખાતે સારવારમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન ટીડીયાભાઇ (ટીકાભાઇ) પોપાભાઈ હુંબીલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આ બનાવ સંદર્ભે રાજકોટ ખાતેથી યાદી આવતા હળવદ પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી ઘરકામ બાબતે પત્ની સાથે બોલાચાલી થવાથી પત્ની પિયર ચાલી ગઈ હોય તે બાબતનું મનમાં લાગી આવતા યુવાને આ પગલું ભરી લીધું હતું..!

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના મોટી બરાર ગામે ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે અસર થવાથી સોમનાથ અનિલભાઈ પવાર નામના ૧૭ વર્ષના મજૂર યુવાનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે વાડી વિસ્તારમાં લાલાભાઇની વાડીએ રહેતા ખેત મજુરને ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી કમલેશ નાનજીભાઈ ગોધરીયા નામના ૨૮ વર્ષના યુવાનને પણ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં

મોરબીના શનાળા પાસે આવેલ ખેરની વાડી વિસ્તારમાં રહેતા સહદેવ નટવરભાઈ કણજારીયા નામના આઠ વર્ષના બાળકને અકસ્માતે ઇજા થતાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે સહદેવ કણજારીયા ઘર નજીક સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે સાયકલમાંથી અકસ્માતે પડી જતા ઈજા થતા તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.




Latest News