મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને જિલ્લા પંચાયત પ્રમુખે ખુલ્લો મૂક્યો


SHARE









મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને જિલ્લા પંચાયત પ્રમુખે ખુલ્લો મૂક્યો

મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા તેમજ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઈ. કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ચાલો આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં પરિવાર સાથે મુલાકાત લઈ કારીગર મહિલાઓને પ્રોત્સાહન આપીએ. આ મેળામાં અવનવી હસ્તકલા કારીગરીની અનેક ચીજવસ્તોઓના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ જિલ્લા કલેકટર સાથે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ સહિત અધિકારીઓ, અગ્રણી અને મોરબી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News