મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામની માધ્યમિક શાળાના આચાર્યનો ધારાસભ્યની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો


SHARE







ટંકારાના નેકનામ ગામની માધ્યમિક શાળાના આચાર્યનો ધારાસભ્યની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો

નેકનામ માધ્યમિક શાળાના આચાર્ય આર.પી. મેરજા વય નિવૃતિના કારણે નિવૃત થતાં તેઓની સેવાઓને બિરદાવાઇ હતી. અને ત્યારે શાળા સંચાલક મંડળ, ગ્રામ પંચાયત,  શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યની સેવાઓને યાદ કરી હતી આ સમારોહમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા  શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયા, ગામના સરપંચ કનકસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના માજી સરપંચઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશવજીભાઇ રૈયાણી, તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન કામરિયા, તાલુકા પંચાયત ટંકારાના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા તથા ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન ભોરણીયા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઘનશ્યામસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન ચીકાણી, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ઉદ્યોગપતિ હંસરાજભાઈ હાલપરા, પ્રવીણભાઈ કોરિંગા, નાનજીભાઈ લાલપરા, પરસોતમભાઈ કોરીંગા, અરવિંદભાઈ રૈયાણી, દિનેશભાઈ સાણંદિયા, શામજીભાઈ રૈયાણી અરજણભાઈ હરણીયા, સુરેશભાઈ હરણીયા, દિનેશભાઈ હાલપરા, કચરાભાઈ ઘોડાસરા તથા જયદીપસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહેલા હતા મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવડીયા,  ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, દિલીપભાઇ બારૈયા, ટંકારા સંકુલ કન્વીનર ભાવેશભાઈ જીવાણી, સહ કન્વીનર વિજયભાઈ ભાડજા તથા ગામના વિવિધ આગેવાનો, નિવૃત્ત શિક્ષકમિત્રો, આચાર્યો તથા  ટંકારા તાલુકાની ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાના આચાર્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્યના વરદહસ્તે આર.પી. મેરજાનું શાલ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. અને અંતમાં આચાર્ય આર.પી. મેરજાએ પ્રતિભાવ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શાળાની શૈક્ષણિક જરૂરિયાત માટે ૨૫૦૦૦ રોકડા શાળાને અર્પણ કર્યા હતા.






Latest News