મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: ચાર સામે ફરિયાદ


SHARE









મોરબીમાં ભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: ચાર સામે ફરિયાદ

મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતો યુવાન ફિલ્મ જોઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના ભાઈ સાથે તેઓના જ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવતી હતી જેથી યુવાન તેના ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો ત્યારે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તેને પીઠના ભાગે છરીના આડેધડ ઘા મરવામાં આવ્યા હતા અને ઠીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર મેઇન રોડ પાસે આવેલ રબારીવાસ શેરી નંબર-૨ માં રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરી જાતે રબારી (૨૯)એ હાલમાં ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયા રહે. બંને રબારીવાસ શેરી નંબર-૩ અને વિજયભાઈ ઉર્ફે ઇનલો તેમજ કિશનભાઇ ભગવાનજીભાઈ ભુંભરીયા રહે. રબારીવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, આરોપી ભાવેશ ભુંભરીયા તેના ભાઈ સંજય મોરી સાથે બોલાચાલી અને ઝઘડો કરી રહ્યો હતો ત્યારે ફરિયાદી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાંથી ફિલ્મ જોઈને પરત આવી રહ્યો હતો દરમિયાન તેના ભાઈ સાથે માથાકૂટ કરતા હોવાથી તે વચ્ચે પડતા તેને આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફ જીતો રામજીભાઈ ભુંભરીયાએ પકડી રાખ્યો હતો ત્યારે ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા નામના શખ્સે તેને પીઠની બંને બાજુએ છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને તેને એક બાજુ નવ ટાંકા અને બીજી બાજુ ત્રણ ટાંકા આવ્યા છે અને ત્યાં હાજર રહેલ વિજયભાઈ અને કિશનભાઇએ તેને મૂઢમાર મારીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવી તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મારામારીના આ બનાવમાં હીરાભાઈ રમેશભાઈ ભુંભરીયા રહે. જેલ ચોક પાસે મોરબી વાળાને પણ ઇજા થઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તેવું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે




Latest News