મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના જેતપરમાં એક વર્ષ પહેલા કરેલ પોલીસ ફરીયાદનો ખાર રાખીને યુવાનને મારી નાંખવાની ધમકી : બેની ધરપકડ


SHARE









મોરબીના જેતપરમાં એક વર્ષ પહેલા કરેલ પોલીસ ફરીયાદનો ખાર રાખીને યુવાને મારી નાંખવાની ધમકી : બેની ધરપકડ

મોરબી તાલુકાના જેતપર ગામના ચોકમાં આવેલ ચામુંડા પાન પાસે યુવાનને આંતરિને એક વર્ષ અગાઉ થયેલ મારામારી બાબતે પોલીસ કેસ ચાલે છે જે બાબતનો ખાર રાખીને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી મહિતી મુજબ મોરબી નજીકના જેતપર ગામે રહેતા રાજુભાઈ ભુદરભાઈ કંડિયા જાતે પટેલ (ઉમર ૪૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તુફેલભાઈ ઓસમાણભાઈ કેડા અને અબ્દુલભાઈ નથુભાઈ કેડા રહે.બંને જેતપર તા.મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગામમાં આવેલ ચામુંડા પાન નામની દુકાન પાસેથી તે પસાર થતો હતો ત્યારે ત્યાં તેને રોકીને એક વર્ષ અગાઉ થયેલ મારામારી અને ત્યારબાદ કરવામાં આવેલ પોલીસ ફરિયાદનો ખાર રાખીને તુફેલભાઈએ તેને ગાળો આપી હતી અને બંને શખ્સોએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી.પરમારે તુફેલભાઈ ઓસમાણભાઈ કેડા જાતે સંધી (૨૩) અને અબ્દુલભાઈ નથુભાઈ કેડા જાતે સંધી (૫૧) રહે.બંને જેતપર તા.મોરબી નામના શખ્સોની આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવીના ગુનામાં ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની તજવીજ શરૂ કરેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતી આશાબેન દિનેશભાઈ પરમાર નામની ૧૯ વર્ષીય યુવતી ગામમાં કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી.જેથી કરીને આશાબેન પરમાર નામની યુવતીને મોરબીની ગોકુલ હોસ્પિટલ ખાતે હાલ સારવાર માટે લાવવામાં આવેલ છે.અહીં તેણીની સારવાર ચાલુ કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવના કારણ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં જાણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

દવા છાંટતા અસર થતા સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા અંબાલા ગામે રહેતા જગદીશભાઈ બાબુભાઈ ગમારા નામના ૨૮ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જગદીશ ગમારા તેના ગામ અંબાલા ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો તે સમયે તેને ઝેરી દવાની અસર થવાથી હાલ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે જોડિયા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.






Latest News