મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક કારખાનાના પાર્કિંગમાં પડેલી કારમાં આગ લાગતાં નુકશાન


SHARE









મોરબીના બહાદુરગઢ નજીક કારખાનાના પાર્કિંગમાં પડેલી કારમાં આગ લાગતાં નુકશાન

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ નજીક આવેલ કારખાનાના પાર્કિંગમાં કાર પાર્ક કરીને મૂકી હતી ત્યારે તે કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કારમાં નુકસાન થયું હોય આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામે રહેતા મનસુખભાઈ ચકુભાઈ ગોધાવિયા (૫૬) નામના વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગ લાગી હોવા અંગેની જાણ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે સૂકુન માઈક્રોન નામના કારખાનામાં પાર્કિંગમાં કાર નંબર જીજે ૩ બીટી ૭૨૮૨ પાર્ક કરીને મૂકી હતી જે કારમાં કોઈ કારણોસર અચાનક લાગી હતી જેથી કરીને આગ લાગતા કારમાં નુકસાન થયું છે હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબીના ઘુટુ રોડે આવેલ સિલ્વર પાર્કમાં રહેતા પ્રભાબેન દુર્ગેશભાઈ ચાવડા (૨૫) નામના મહિલાને તેઓ ઘરે હતા અને ત્યાં ઘરે સાફ-સફાઈ કરતા હતા દરમિયાન ડાબા હાથે સાપ કરડી ગયો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે




Latest News