મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૩૭ નવા શિક્ષકોનું આગમન


SHARE









મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૩૭ નવા શિક્ષકોનું આગમન

છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે. રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.૧ થી ૫ ના ૧૨૫ શિક્ષકો અને ધો.૬ થી ૮ માટે સામાજિક વિજ્ઞાનના ૨૫ શિક્ષકો ફાળવેલ હતા એ અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા ૨૪ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે અને ૧૨૫ શિક્ષકો ફાળવેલ હતા જે પૈકી ૧૧ ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય ૧૧૩ ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ ૧૩૭ નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે. આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયાએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હૂંબલ, કિરીટભાઈ દેકાવડીયા, વિનોદભાઈ ગોધાણી, મુકેશભાઈ મારવણીયા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન નાયબ ડિપીઈઓ દિનેશભાઈ ગરચર અને ટીપીઈઓએ કર્યું હતું.




Latest News