મોરબીના શનાળામાં પોલીસને બાતમી કેમ આપે છે કહીને બોલાચાલી બાદ માર મારી: સામસામી ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીના ધારાસભ્ય-ભાજપ પરિવાર દ્વારા ગાયોને ૭૩ મણ સુખડી અર્પણ
SHARE
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીના ધારાસભ્ય-ભાજપ પરિવાર દ્વારા ગાયોને ૭૩ મણ સુખડી અર્પણ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજે સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ૭૩ મણ સુખડી બનાવીને પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં રાખવામાં આવેલ ગાયોને આપવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરેલ છે
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત દેશની અંદર ભાજપ પરિવાર દ્વારા જુદી જુદી જગ્યાઓ પર જુદી જુદી પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે મોરબી શહેરની ઉમા ટાઉનશીપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કેક કટીંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગૌ માતાના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ મળે તે માટે થઈને ગાય માતાને સુખડી આપવામાં આવી હતી
ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી, ભાજપના આગેવાન પ્રદીપભાઇ વાળા, જયુભા જાડેજા, હિરેનભાઇ પારેખ, ભાવેશભાઈ કંઝારીયા, મેઘરાજસિંહ ઝાલા, ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, સાગરભાઈ સદાતિયા, હસુભાઈ સોરીયા, કાજલબેન ચંડિભમ્મર, પ્રથમભાઈ અમૃતિયા, નરેન્દ્રભાઈ પરમાર, માવજીભાઇ કંઝારીયા, ગોપાલભાઈ સરડવા સહિતના ભાજપ પરિવારના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના દ્વારા ૭૩ મણ સુખડી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા સહિત જુદી જુદી ગૌશાળાઓમાં રાખવામાં આવેલ ગૌમાતાઓને આપવામાં આવી હતી
આ તકે કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના આગેવાનો દ્વારા પોતાના હાથે ગૌમાતાને સુખડી જમાડવામાં આવી હતી અને દેશના વિકાસ માટે થઈને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ વધુ લાંબા સમય સુધી મળતું રહે અને તેમનું દીર્ઘાયુ થાય તે માટે થઈને ગૌ માતાને અને ભગવાનને ભાજપના ધારાસભ્ય તથા આગેવાનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૭૩ ટન સુખડી બનાવીને ગાય માતાને આપવામાં આવી હતી