વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીના ધારાસભ્ય-ભાજપ પરિવાર દ્વારા ગાયોને ૭૩ મણ સુખડી અર્પણ
મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત: વાળી વારસની શોધખોળ
SHARE
મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત: વાળી વારસની શોધખોળ
મોરબી શહેરમાં આવેલ બેઠા પુલ પાસેથી વૃદ્ધ બેભાન હાલતમાં પડેલા મળી આવ્યા હતા. જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે જેથી કરીને બી ડિવિઝન પોલીસે તેના વાલીવારસને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં રવુભા (૬૫) નામના વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું છે અને આ વૃદ્ધના વાલી વારસનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી જેથી મોરબી બી ડિવિજન પોલિસની ટીમ દ્વારા મૃતક વૃદ્ધના વાલીને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે
હાર્ટ એટેકથી મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા સાત હનુમાન સોસાયટી ખાતે રહેતા ચંદુભા રાસુભા જાડેજા (૬૮)ને હાર્ટ અટેક આવતા ચક્કર આવવાથી તે બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેના દીકરા વિજયસિંહ ચંદુભા જાડેજા (૩૫) લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મૃતકના દિકરા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી