મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના શનાળામાં પોલીસને બાતમી કેમ આપે છે કહીને બોલાચાલી બાદ માર મારી: સામસામી ફરિયાદ


SHARE













મોરબીના શનાળામાં પોલીસને બાતમી કેમ આપે છે કહીને બોલાચાલી બાદ માર મારી: સામસામી ફરિયાદ

મોરબી નજીકના સનાળા ગામે ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે પોલીસને કેમ મારી બાતમી આપે છે તેમ કહીને હવે જો બાતમી આપી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને પાંચ વ્યકતીને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને બાદમાં બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામ સામે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે હાલમાં જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે રહેતા નીતિનભાઈ મહેશભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા, હંસાબેન રવજીભાઈ વાઘેલા અને સપનાબેન મહિપતભાઈ વાઘેલા રહે. બધા ઇન્દિરાવાસ સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાની ઇકો કાર નંબર જીજે ૩૬ એલ ૪૯૬૮ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં મહિપત ઉર્ફે ભૂરો બાઇક લઈને સામે આવ્યો હતો અને તેણે કાર ઉભી રખાવીને ગાળો આપી હતી અને પોલીસને કેમ મારી બાતમી આપે છે તેમ કહી હવે જો મારી બાતમી આપીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને જતો રહ્યો હતો બાદમાં ફરિયાદીના દાદીમાં આરોપીના ઘરે ઠપકો આપવા જતા તેઓને માર મારતા ફરિયાદી અને તેનો ભાઈ રાહુલ પોતાની કાર લઈને જતાં હતા ત્યારે ફરિયાદી તથા ફરિયાદીના ભાઈને આરોપીઓએ લોખંડના પાઇપ અને હાથ વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદીને બંને હાથ અને ડાબા કાનની પાછળ માથાના ભાગે માર માર્યો હતો અને તેના દાદી દેવુબેન મહેશભાઇ (૬૫)ને કપાળના ભાગે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈ રાહુલને જમણા હાથની કોણી પાસે ઈજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો સામા પક્ષેથી મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૩૦)એ નીતિન મહેશભાઈ સોલંકી અને રાહુલ મહેશભાઈ સોલંકી રહે. બંને ઇન્દિરાવાસ સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૯૧૧૩ લઈને પોતાના ઘરથી કાકાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી પોતાના કબજા વાળી ઇકો ગાડી લઈને ત્યાં ફરિયાદીના મોટરસાયકલ પાસે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરી હતી અને બંને આરોપીએ ફરિયાદીના ઘર પાસે લોખંડના પાઇપ એઅને બેઝબોલના ધોકા વડે ફરીયાદીના ઘર પાસે ઉભેલ ફરિયાદી તથા તેની માતા હંસાબેન (૫૦)ને માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં, માથામાં અને વાસાના ભાગે માર માર્યો હતો અને તેની માતાને ડાબા હાથના પંજામાં આંગળી પાસે ધોકો મળીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી યાદ કરી છે








Latest News