મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત: વાળી વારસની શોધખોળ
વાંકાનેરના તીથવા ગામે સરકારી જમીન ઉપર ખેતી કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1694933887.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરના તીથવા ગામે સરકારી જમીન ઉપર ખેતી કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ
વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે સરકારી જમીન ઉપર કબજો કરીને ત્યાં ખેતી કરવામાં આવી રહી છે જેથી કરીને વાકાનેરના મામલતદાર દ્વારા હાલમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી (૨૯)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જલાલભાઈ નુરમામદભાઈ માથાકિયા રહે. તીથવા તાલુકો વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે તીથવા ગામના સર્વે નંબર ૧૭૯ પૈ.૧ હે.૦-૬૧-૪૮ ચો.મી. જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ખેતી કરવામાં આવતી હતી અને આમ સરકારી જમીનનો અંગત લાભ માટે ઉપયોગ કરી અને અધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો છે અને દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને મામલતદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)