વાંકાનેરના તીથવા ગામે સરકારી જમીન ઉપર ખેતી કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ
મોરબીના નાગલપર પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના નાગલપર પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાયા વેણમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં ખારા તરીકે ઓળખાતા વેણમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને કિશોરભાઈ હીરાભાઈ રૂદાતલા જાતે કોળી (૪૪) રહે. અમરાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે અને આ કેસની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે