વાંકાનેરમાં સગાઈ બાદ યુવતીના પરિવારજનો લગ્ન ન કરાવતા યુવક-યુવતી ભાગી ગયા !: યુવકની માતાને માર માર્યો
SHARE
વાંકાનેરમાં સગાઈ બાદ યુવતીના પરિવારજનો લગ્ન ન કરાવતા યુવક-યુવતી ભાગી ગયા !: યુવકની માતાને માર માર્યો
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેના પરિવારજનો યુવતીના લગ્ન કરાવતા ન હતા જેથી કરીને યુવક અને યુવતી ભાગી ગયેલ છે જેથી તે વાતનો ખાર રાખીને યુવતીના માતા-પિતા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા પાવડાના હાથા વડે યુવકની માતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ડાબા હાથે અને ડાબા પગે માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને મહિલા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાં ઈંટોના ભઠ્ઠાની પાછળના ભાગમાં રહેતા હંસાબેન બલુભાઈ ભોજવિયા જાતે દેવીપુજક (૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના વેવાઈ લાભુભાઈ બીજલભાઇ, વેવાણ કંચનબેન લાભુભાઈ તેમજ વજીબેન બીજલભાઇ અને જેકાબેન અવચરભાઇ રહે. બધા નવાપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાની સગાઈ લાભુભાઈ બીજલભાઇની દીકરી સાથે કરેલ હતી અને તે લગ્ન કરાવતા ન હોય ફરિયાદીનો દીકરો અને આરોપીની દીકરી બંને ભાગી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને લાભુભાઈ તેના પત્ની સહિતના ચારેય વ્યક્તિઓએ ફરિયાદી ઉપર પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા હાથ અને ડાબા પગમાં માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે