મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













ટંકારાના ટોળ ગામે યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ટોળ ગામના ચોરા પાસેથી પસાર થતા યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાની ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરય ગયેલા બે શખ્સો દ્વારા તેની સાથે બોલાચલી કરવામાં આવી હતી અને તેને ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૩૦)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ હીરાભાઈ ફાંગલીયા અને વજાભાઈ ગોવિંદભાઈ ફાંગલિયા રહે. બંને ટોળ ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટોળ ગામમાં ચોરા પાસેથી તે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી કરીને યુવાને તેને જ્ઞાતિ પ્રત્યે હધૂત કરવાની ના પડી હતી જેથી બંને શખ્સો ઉસકેરાય ગયા હતા અને તેને ફરિયાદીને ગાળો આપીને લાકડીના ધોકા વડે વાસા, ડાબા પગે તથા માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News