મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામ નજીક પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી


SHARE









માળીયા (મી)ના વવાણિયા ગામ નજીક પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના વવાણિયા ગામ નજીક પવનચક્કીના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની અજાણ્ય શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા મેઘુભા ભાણજીભા પરમાર જાતે દરબાર (૭૫)એ અજાણ્ય શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વવાણિયા ગામની ઢુઈ સીમ વિસ્તારમાં સુજલોન કંપનીની પવનચક્કી નંબર વીએમ ૬૪ નું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તાળું તોડીને પવનચક્કીના કોપર વાયરમાંથી ૨૦૦ મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની અંદાજે ૧૦૦૦૦ રૂપિયાની કિંમત છે તે વાયરની ચોરી થઈ હોય આ અંગેની વૃદ્ધ દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News