વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

લવ જેહાદ: ટંકારામાં લગ્નની લાલચે કુખ્યાત મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો


SHARE































લવ જેહાદ: ટંકારામાં લગ્નની લાલચે કુખ્યાત મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો

ટંકારામા મુસ્લિમ યુવકે શહેરની હિન્દુ પરીવારની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ઘટના પ્રકાશમા આવી છે. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસમા વિધર્મીની ચુંગાલમાંથી પોતાની પુત્રીને બચાવવા અરજી આપી છે.  લવજેહાદનો કિસ્સો ટંકારામા સૌ પ્રથમ વાર બનતા હિંદુ સમાજમા ભારે ઘેરા પડઘા પડ્યા હતા અને પંથકમાંથી અનેક આગેવાનો પોલીસ મથકે એકઠા થઈ સરપંચની આગેવાની હેઠળ પોલીસને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક યુવતી સાથે નાસી છુટેલા શખ્સને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા આક્રોશ ઠાલવ્યો હતો. આ ઉપરાંત કુખ્યાત ગેંગ સક્રિય બની ટંકારામાં યુવતીની પજવણી કરતા હોય તથા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાની વાત કરી હતી. 

ટંકારાના મુમનાશેરીમા થોડા વર્ષો પૂર્વે અન્ય શહેરથી પરીવાર સાથે મામાના સંબંધથી ટંકારામા સ્થાયી થયેલા વસીમ ખલીફા નામનો વિધર્મી યુવક શુક્રવારે સવારે શહેરની એક યુવાનીના ઉંબરે ઉભેલી યુવતીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમા ટંકારા પોલીસ મથકે ગુમ થયેલી યુવતીના પિતાએ અરજી આપી પોતાની પુત્રીને તાજેતર મા જ જેની પર દારૂ વેચવા અંગેનો ગુનો દાખલ થયેલ છે એ વિધર્મી યુવક અપહરણ કરી ગયાની રાવ કરી હતી. બનાવ અંગે ની વાત શહેરમા વાયુવેગે પ્રસરી જતા હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ઘડીભર મા જમાવડો થયો હતો. અને આક્રોશ ઠાલવી લવજેહાદ જેવી ઘટના સાંખી લેવાશે નહીં ના તાબોટા પાડયા હતા. અનેક હિન્દુ સંગઠનો રાજકીય આગેવાનો સહિતનાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક વિધર્મી શખ્સ ને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જાણવા મળ્યા પ્રમાણે હિંદુ સમાજના ગરીબ પરીવારને નિશાન બનાવી યુવતીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલા વસીમ ઉપર ટંકારા પોલીસમા દારૂ વેચવા અંગેના બે થી વધુ ગુના પણ દાખલ થયેલા છે જેમા, એક તો હજુ સાતમ આઠમ પર જ નોંધાયો હોવાનુ જાણવા મળેલ છે.

ટંકારા હિંદુ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં છેલ્લા ઘણા સમયથી હિંદુ સમાજના યુવાનો ને બરબાદ કરવાનુ આખુ રેકેટ ચલાવવામા આવતુ હોવાનો આક્ષેપ કરી શાક માર્કેટમા અને તેની આસપાસના વિસ્તારોમા ખુલ્લેઆમ દારૂ ગાંજા સહિતનુ વેચાણ ચોક્કસ વિધર્મીઓ દ્વારા કરાઈ રહ્યુ છે અને હિંદુ સમાજ ના લોકોને વેચાણ કરી રહ્યા છે જે બંધ કરાવવા રજુઆત કરવામાં આવી હતી. ટંકારાના પો.સ.ઈન્સ. એમ.જે. ધાંધલે યુવતીના અપહરણ મામલે પોલીસ તપાસમા જરા પણ કચાશ રાખ્યા વગર તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. એક સંગઠને એવી આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ યુવકોની ગેંગ શરીર સંબંધ માટે ત્રણસો થી વધુ છોકરીને પ્રેમ જાળમાં ફસાવી છે જેને લઈ આગામી રણનીતિ તૈયાર કરી એકશનમોડમાં આવ્યા છે. તેમના દ્વારા આલા કમાન્ડ સુધી મેસેજ રવાના કરતા આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ચકચાર જાગશે.












Latest News