મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
Breaking news
Morbi Today

મોરબીની શિવ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ૩૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે


SHARE









મોરબીની શિવ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ૩૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૫,૬૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં મહાદેવ મંદિર નજીક રહેતા હરપાલસિંહ જીલુભા ઝાલાના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી હરપાલસિંહ જીલુભા ઝાલા (૪૪), દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (૩૧) જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૩૧) અનિલભાઈ મગનભાઈ કડીવાર (૪૯), અનિલભાઈ કુંવરજીભાઈ મુંજારીયા (૫૧) વિરલભાઈ વિભાભાઈ મેવાડા (૩૯) અને મહેન્દ્રગીરી ખુશાલગીરી ગોસ્વામી (૪૨) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૫,૬૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા મનસુખભાઈ હરજીભાઈ સોનગ્રા જાતે દલવાડી (૪૧)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૪૨૪૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાના બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News