મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસની દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી 


SHARE















વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસની દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી 

વાંકાનેર તાલુકાના દેરાળા ગામના સીમ વિસ્તારમાંથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરીને આરોપીએ પોતાની વાડીના રૂમમાં સ્ટોક રાખ્યો હતો માટે હાલમાં વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરના માણસ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નાના મૌવા રોડ ઉપર આવેલ રઘુનાથ પાર્ક-૨ માં રહેતા અને વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ શરદચંદ્ર ધુલિયા (૫૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રભુભાઈ રવજીભાઈ ધરજીયા રહે. દેરાળા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે પીજીવીસીએલમાંથી મે. ઇન્સ્ટન્ટ પાવર સોલ્યુશન વાળા તોફિકભાઈ શેરસીયાને ફેઇલ થયેલા ટ્રાન્સફોર્મર બદલાવવા, ઓગમેન્ટ અને ડી-ઓગમેન્ટ કરવાની કામગીરી આપેલ હતી અને તેની નીચે આરોપી પ્રભુભાઈ રવજીભાઈ ધરજીયા કામ કરતા હતા દરમિયાન પ્રભુભાઈ ધરજીયા ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરી જતા હોવાની શંકા આધારે તેઓની વાડીએ પીજીવીસીએલના નાયબ ઇજનેર જી.કે. સરવૈયા અને ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ આર.એચ. ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુદા જુદા ડબ્બા અને ડોલની અંદર કુલ મળીને ૧૮૦ લીટર ઓઇલ મળી આવ્યું હતું જેથી ટ્રાન્સફોર્મરમાંથી આ ઓઇલ કાઢેલ હોય ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરના માણસની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.વી કાનાણી ચલાવી રહ્યા છે






Latest News