ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપના ફ્લેટમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારી ૧.૦૪ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપના ફ્લેટમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારી ૧.૦૪ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં ફોરસ્ક્વેર-૧ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલ સહિત કુલ નવ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૪,૫૦૦ ની રોકડા સહિત કુલ મળીને ૧,૦૪,૫૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં ફોરસ્ક્વેર-૧ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૨ માં રહેતા પ્રદીપભાઈ દશરથભાઈ પટેલના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુગાર રમતા ઘરધણી પ્રદીપભાઈ દશરથભાઈ પટેલ (૩૮), અંકિત દશરથભાઈ પટેલ (૩૫), નીજામભાઈ કરીમભાઈ જેડા (૪૦), નિલેશભાઈ મનસુખભાઈ વાડોલીયા (૨૮), ભીખુભાઈ વનરાવનભાઈ ઠકરાર (૨૬), નુતનબેન નવીનભાઈ વાઢારા (૫૬), સંગીતાબેન અજયભાઈ સોલંકી (૩૪), ચેતનાબેન નવીનભાઈ લુહાર (૩૦) અને સોનલબેન હિતેશભાઈ નાગહ (૪૦) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૮૪,૫૦૦ રૂપિયાની રોકડ તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧,૦૪,૫૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News