મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, મહિલા સહિત બે આરોપીની શોધખોળ


SHARE









મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, મહિલા સહિત બે આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના લાલપર ગામના ગેટ પાસેથી પસાર થતી કારને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને કુલ ૮૫ હજાર રૂપિયાની કિંમતના મુદામાલને કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે તેમજ માલ મોકલાવનાર અને મંગાવનારના નામ સામે આવેલ છે જેથી તે બંનેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલા લાલપર ગામના ગેટ પાસેથી કાર નંબર જીજે ૧૫ સીએ ૩૬૭૨ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી કુલ મળીને ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૭૫ હજાર રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૮૫ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે જયરાજ ગબરુભાઈ ગોવાળિયા જાતે કાઠી (૨૫) રહે પંચનાથ સોસાયટી શેરી નં-૨ ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલાવનાર મંગળુભાઈ બહાદુરભાઇ ગોવાળિયા રહે. ચોટીલા અને માલ મંગાવનાર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા રહે. માળિયા વનાળીયા મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે




Latest News