મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે નીકળેલ વૃદ્ધની ઇંગોરાળા પાસે વોકળામાંથી લાશ મળી


SHARE







હળવદના ઘનશ્યામગઢ ગામે નીકળેલ વૃદ્ધની ઇંગોરાળા પાસે વોકળામાંથી લાશ મળી

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલ વોકળામાંથી વૃદ્ધની મરણ ગયેલી હાલતમાં લાશ મળી હતી જેથી કરીને તેના મૃતદેહને તેના જમાઈ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા વૃદ્ધ ગુજરીયાભાઇ તલ્યાભાઇ ધાણુક (૭૦) નામના વૃદ્ધની ઇંગોરાળા ગામની સીમા પાણીના વોકળામાંથી મરણ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને તેના ડેડબોડીને તેઓના જમાઈ પારસીંગ નાયકાભાઇ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને જો કે, મૃતકના પરિવારજન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વૃદ્ધ છેલ્લા પાંચેક દિવસથી ઘરેથી બજારમાં જાઉં છું એવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી ઇંગોરાળા પાસે પાણીના વોકળામાંથી મળી આવેલ છે જેથી આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માર માર્યો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિમપોલો સીરામીકમાં રહેતો અને ત્યાં મજૂરી કામ અંદૂરી વિવેક મૌર્ય (૨૫) નામનો યુવાન લેબર કવાર્ટર પાસે હતો ત્યારે ત્યાં તેને કોન્ટ્રાક્ટર રાકેશ અને તેના માણસ ગુલાબસિંહે તેને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં લીખીબેન નરસીભાઈ પરમાર (૬૦) નામના વૃદ્ધાને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News