હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં મૃત્યુ પામેલા પિતાને આવેલા દસ લાખ માટે ભાઈએ ભાઈ ઉપર કર્યો જીવલેણ હુમલો


SHARE









મોરબીમાં મૃત્યુ પામેલા પિતાને આવેલા દસ લાખ માટે ભાઈએ ભાઈ ઉપર કર્યો જીવલેણ હુમલો

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવાન ઉપર તેના જ સગા ભાઈએ પ્લાસ્ટિકના હાથા વાળી બ્લેડ વડે હુમલો કર્યો હતો અને આડેધડ શરીર ઉપર ઘા જીકી દીધા હતા જેથી તેને લોહી નીકળવા લાગ્યા હતા અને તે યુવાનને તેના ભાઈએ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના જ ભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૧૪ માં રહેતા ભામેવેશભાઈ હીરાભાઈ સાવરીયા જાતે અનુ. જાતી (૩૬) એ હાલમાં તેના સગા ભાઈ દિનેશભાઈ હીરાભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ રહે. શોભેશ્વર રોડ ભુવનેશ્વરી પાર્ક મોરબી વાળાની સા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પિતા મોરબીની એલ.ઇ. કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા અને તે મરણ જતા રૂપિયા દસ લાખ આવેલા હતા જે પૈસાની ઉઘરાણી કરીને ગત તા. ૨૪/૯/૨૩ ના રોજ બપોરના પોણા એકાદ વાગ્યાના અરસામાં ફરિયાદી યુવાન વજેપર શેરી નં-૧૪ માં ડુંગરભાઇના ઘર બહાર ઓટલા પાસે બેઠો હતો ત્યારે તેનો સગો ભાઈ દિનેશ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે “તારે હવે શું કરવાનું છે તેમ કહીને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો અને આવેશમાં આવીને તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકના હાથા વાળી બ્લેડ વડે તેણે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીમાં, ડાબા હાથના પંજામાં, ડાબા હાથની કોણીએ અને ડાબા ખભા ઉપર આડેધડ ઘા જીકીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સગા ભાઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News